ભરૂચ જિલ્લાના દહેજની સન ફાર્મા કંપની દ્વારા 104 બહેનોને સિલાઈ મશીન અને બ્યુટી પાર્લરની કીટ સહિત પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારના સુવા ગામ ખાતે સન ફાર્મા કંપની દ્વારા 104 બહેનોને સિલાઈ મશીન અને બ્યુટી પાર્લરની કીટ સહિત પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ બહેનોને રોજગારી મળે અને આત્મનિર્ભર બને તથા બાળકોને સારું ભવિષ્ય આપી ઘરમાં મદદરૂપ થાય તે હેતુસર સુવાકલાદરાજોલવારહિયાદ અને નદેરા ગામ સહિત 104 બહેનોને 90 દિવસની બ્યુટી પાર્લર (આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ) કોર્ષ તેમજ સિલાઈ કામ (સેલ્ફ એમ્પ્લોઈડ ટેલરિંગ) કોર્ષની તાલીમ આપવામાં આવી હતીત્યારે આ તાલીમ આપ્યા બાદ બહેનોને સર્ટિફિકેટસિલાઈ મશીનબ્યુટી પાર્લર કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના સાઇટ હેડ ભોજુસીંગ ગીરાસેએ જણાવ્યું હતુ કેબહેનો આત્મનિર્ભર બને તો સમાજ ખૂબ પ્રગતિ કરી શકેઅને સન ફાર્મા કંપની સતત પ્રયત્ન કરશે કે બહેનો આત્મનિર્ભર બને. આ સાથે જ એચ.આર. હેડ બલજીત શાહએ પણ બહેનોને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કેઆજના યુગની નારી ખૂબ શસ્ક્ત છે. એક સાથે ઘરજોબ અને બાળકોને સાચવી શકે છે. આ પ્રસંગે કંપનીના ક્વોલિટી હેડ રવિ નારાયણએન્જિનરિંગ હેડ નરેન્દ્ર ઉપાધ્યાયસી.એસ.આર લીડ સેજાદ બેલીમ તેમજ સાઇટ એચ.આર. કુંદન ગુપ્તાએ વિશેષ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.