ભરૂચ : પાણીના કારણે કારચાલકને ન રહયો રસ્તાનો અંદાજ, જુઓ થયા કેવા હાલ

New Update
ભરૂચ : પાણીના કારણે કારચાલકને ન રહયો રસ્તાનો અંદાજ, જુઓ થયા કેવા હાલ

ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં ઉભરાતી ગટરોના કારણે રસ્તાના અંદાજ નહિ રહેતાં એક કાર ગટરમાં ખાબકી હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી પણ કારને બહાર કાઢવા માટે લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

શહેરના ફાટાતળાવ વિસ્તારમાં ખરાબ રસ્તાઓ અને ખુલ્લી ગટરો અંગે સ્થાનિક રહીશો પાલિકામાં વારંવાર રજુઆત કરી ચુકયાં છે પણ આજદિન સુધી કોઇ કાર્યવાહી કરાય નથી. આ વિસ્તારમાં સહેજ વરસાદ પડતાની સાથે ગટરો ઉભરાવા લાગતી હોવાથી પાણી રસ્તાઓ પર ફરી વળે છે. શનિવારે સાંજના સમયે આ વિસ્તારમાંથી કાર લઇને પસાર થતાં એક વ્યકતિને પાણીના કારણે રસ્તાનો અંદાજો રહયો ન હતો અને કારના કલીનર તરફના બંને પૈંડા ગટરમાં ઉતરી ગયાં હતાં. આસપાસથી દોડી આવેલાં રહીશોએ ભારે જહેમત બાદ ગટરમાંથી કારને બહાર કાઢી હતી. ઘટના બાદ સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર પ્રતિ રોષ જોવા મળ્યો હતો.