ભરૂચ: ઝઘડિયાની મેટ્રોપોલિટિન એકઝિમ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,2 આરોપી ઝડપાયા

New Update
ભરૂચ: ઝઘડિયાની મેટ્રોપોલિટિન એકઝિમ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,2 આરોપી ઝડપાયા

ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આવેલ મેટ્રોપોલીટીન એકઝીમ કેમ્પ કંપનીમાંથી ચોરી થયેલ એસ.એસ.ના પાઇપ અને એસ.એસ.ના બોલ વાલ્વની ચોરી થઈ હતી. આ મામલામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી રૂપિયા 5.2 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

ભરૂચ પોલીસના કર્મચારીઓ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીને આધારે ઝઘડિયા જી. આઈ.ડી. સી.માં આવેલ મેટ્રોપોલીટીન એકઝીમ કેમ્પ પ્રા. લી કંપનીમાંથી એસ. એસ. પાઇપ તથા બોલ વાલ્વ કુલ કિંમત 5,02,050/-ના મત્તાની થયેલી ચોરીના મુદ્દામાલ સાથે બે ઈસમો પારસમલ રામલાલ જૈન રહે. ઝાલોર રાજસ્થાન અને સઈદ પઠાણ રહે, ભીંડ, મધ્યપ્રદેશનાને અંકલેશ્વર જી. આઈ. ડી. સી. વિસ્તારમાં આવેલ હેક્ષોન પ્લાઝામાંથી ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Latest Stories