/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/09181005/maxresdefault-110.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક કેવડીયા જતી બસમાં મુસાફરના બેગમાંથી ચોરી કરવાના ઇરાદે સવાર બે મહિલાની જાગૃત યુવાનો દ્વારા ઝડપી પોલીસને હવાલે કરવામાં આવી હતી.
ભરૂચથી કેવડીયા તરફ જતી બસમાં પેસેંજરના બેગમાં બ્લેડ મારી રોકડ રકમની ચોરી કરી બે મહિલાઓ ભાગી જતાં પીછો કરી બંનેને ઝડપી લેવામાં આવી હતી. મળતી વિગત અનુસાર આજરોજ ભરૂચથી કેવડીયા જતી બસમાં ઝઘડીયાથી બે મહિલાઓ રતનપુર જવા માટે ચઢી હતી. બંને મહિલાઓ રતનપુરની ટિકિટ લઈ ચોરીના ઇરાદે બસમાં ચઢી હતી. બસમાં સવાર મુસાફરના બેગને બ્લેડથી કાપી તેમાથી રોકડા રૂપિયાની તસ્કરી કરી બંને મહિલા રતનપુર ઉતરી ગઈ હતી અને રિક્ષામાં બેસી પરત ઝઘડીયા જવા નીકળી હતી. જો કે જાગૃત યુવાનો દ્વારા તેમનો પીછો કરી ચોર મહિલાઓને ઝડપી પોલીસના હવાલે કરવામાં આવી હતી. ઝઘડીયા પોલીસે બંને મહિલાને અટકાયતમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.