/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/17164243/maxresdefault-216.jpg)
ભરૂચના ગોલ્ડનબ્રિજ પાસે બનાવવામાં આવેલાં ખાસ કોવીડ-19 સ્મશાનમાં અનોખી એકતા જોવા મળી રહી છે. કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતાં હીંદુ સમાજના લોકોના અંતિમ સંસ્કાર ઇરફાન મલેક તથા તેમની ટીમના સ્વયંસેવકો કરી રહયાં છે.
ભરૂચમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતાં દર્દીઓના અંતિમ સંસ્કાર માટે ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડા પાસે ખાસ સ્મશાન બનાવવામાં આવ્યું છે. જેમાં ધર્મેશ સોલંકી સહિતના સ્વયંસેવકો ફરજ બજાવી રહયાં છે. આ ટીમના એક સભ્ય તરીકે ઇરફાન મલેક પણ સેવા આપી રહયો છે. સ્મશાનમાં કામ કરતો એક માત્ર મુસ્લિમ યુવાન હિંદુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં સહભાગી બની રહયો છે. ઇરફાન મલેક સાથે વાતચીત કરતાં તેણે જણાવ્યું હતું કે, કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓથી તેમના સ્વજનો પણ દુર રહે છે અને તેઓ મૃતદેહને હાથ લગાવવા પણ તૈયાર નથી ત્યારે અમે કોઇ પણ જાતના ભેદભાવ વિના અંતિમ સંસ્કાર કરી રહયાં છીએ. અમે પોતાની અને પોતાના પરિવારની પરવાહ કર્યા વગર અમે આ કામ કરીએ છે.જેનો અમને આનંદ છે. જીવના જોખમે ફરજ બજાવી રહેલાં ઇરફાન મલેકનું વિવિધ સંસ્થાઓ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.