Connect Gujarat
સમાચાર

ભરૂચ : શહેરના કેટલાક વિસ્તારમાં નથી મળતું પાણી, ઉશ્કેરાયેલા લોકોએ મચાવ્યો હોબાળો

ભરૂચ : શહેરના કેટલાક વિસ્તારમાં નથી મળતું પાણી, ઉશ્કેરાયેલા લોકોએ મચાવ્યો હોબાળો
X

નર્મદા નદીના કિનારે વસેલાં ભરૂચ શહેરમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ભરૂચ શહેરમાં પીવાનું પાણી પુરૂ પાડતી અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ગાબડું પડયાં બાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. એક સપ્તાહથી પાણી માટે વલખા મારી રહેલાં વોર્ડ નંબર 8ના રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

ભરૂચ ના વોર્ડ નંબર ૮ માં પીવાના પાણીનો કકળાટ જોવા મળી રહયો છે.જેમાં આલી કછીયાવાડ, આલી માતરીયા તળાવ સહીત આસપાસના ઉંચાઈ વાળા ૨૦૦ મકાનોમાં એક સપ્તાહથી પાણી પહોંચતું નથી. પાણી વિના વલખા મારતાં લોકોએ આખરે પિત્તો ગુમાવ્યો હતો. એક તરફ સ્લમ વિસ્તારો માં લોકો કામ ધંધા વિના બેરોજગાર બન્યા છે. ત્યારે પીવાનું પાણી કેવી રીતે ખરીદે તે એક સવાલ છે. છેલ્લા એક અઠવાડિયા થી પીવાના પાણી સહીત વપરાશ ના પાણી માટે લોકો હાલાકી ભોગવી રહયાં છે. લોકોએ પાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો.

આ બાબતે ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ સુરભિ તમાકુવાલાએ જણાવ્યું હતું કે જે ભરૂચ શહેર ને જે કેનાલમાંથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો તે કેનાલમાં ગાબડું પડ્યું હોવાના કારણે પાણીની સમસ્યા સર્જાઈ હતી.પરંતુ ટ્યુબવેલ દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવ્યું છે. હાલ કેનાલની મરામત કરી દેવામાં આવી છે.જેથી હવે પાણીની સમસ્યા હાલ થઇ જશે.

Next Story