ભરૂચ નગર પાલિકાની અણાવડતે ભરૂચવાસીઓ ડહોળુ પાણી પીવા બન્યા મજબુર!

New Update
ભરૂચ નગર પાલિકાની અણાવડતે ભરૂચવાસીઓ ડહોળુ પાણી પીવા બન્યા મજબુર!

ભરૂચ શહેર વાસીઓને ભરૂચ નગર પાલીકા દ્વારા અપાતો પીવાના પાણીનો પુરવઠો અત્યંત ડહોળું આવતું હોવાના કારણે શહેરીજનો શુદ્ધ પીવાનું પાણી મેળવવા માટે ખાનગી આરો પ્લાન્ટ માંથી ખરીદવા મજબુર બન્યા છે.ત્યારે ભરૂચ નગર પાલીકા શહેરીજનોને શુદ્ધ મીઠું પીવાનું પાણી પુરૂં પાડવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે વિપક્ષીઓ બુધવારની સામાન્ય સભા ગજવે તો નવાઇ નહીં.

ભરૂચ શહેર વાસીઓને પીવાનું મીઠું અને શુદ્ધ પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ભરૂચના અયોધ્યાનગર વિસ્તારમાં ફિલ્ટરેશન પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે.જ્યાં ડભોઈ કેનાલ માંથી પાણીનો પુરવઠો અયોધ્યાનગરના ફિલ્ટરેશન પ્લાન્ટ આવી રહ્યો છે અને તે સમગ્ર પાણીનું ફિલ્ટરેશન થઈ ભરૂચવાસીઓને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવી રહયું છે.પરંતુ ભરૂચ શહેરમાં છેલ્લા એક અઠવાડિયા થી અત્યંત ડહોળું અને દુષિત પાણી આવતા શહેરીજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.આ ડહોળું પાણી આરોગવાથી શહેરીજનો ઝાડા અને ઉલ્ટીના વાવરમાં સપડાઈ રહ્યા છે ત્યારે રોગચાળાથી બચવા શહેરીજનોએ પણ શુદ્ધ પીવાનું પાણી ખાનગી આરો પ્લાન્ટ માંથી ખરીદવા મજબુર બન્યા છે. ભરૂચ શહેર વાસીઓને અપાતો પીવાના પાણીનો પુરવઠો ખરેખર આરો પ્લાન્ટમાં ફિલ્ટરેશન થાય છે કે કેમ તે અંગે યોગ્ય ચકાસણી કરવાની માંગ ઉઠી રહી છે.

ભરૂચ શહેર વાસીઓ ને પીવાનું ડહોળું અને દુષિત પાણી પીવા મજબુર બનતા ભરૂચ નગર પાલીકાના વિપક્ષી નગર સેવક હેમેન્દ્ર કોઠીવાલાએ પણ શહેરીજનોને ભરૂચ નગર પાલીકા દ્વારા શુદ્ધ અને મીઠું પાણી પુરૂ પાડવામાં નિષ્ફળ જતા આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં પ્રથમ વિપક્ષ દ્વારા મુદ્દો બનાવી શહેરીજનોને શુદ્ધ અને મીઠું પાણી પીવાનું મળી રહે અને ખરેખર પાણી ફિલ્ટરેશન થાય છે કે કેમ તે અંગે અમો ઉગ્ર રજૂઆત કરીશું અને શહેરીજનોને શુદ્ધ અને મીઠું પાણી પીવાનું મળી રહે તેવી માંગ કરીશું.

તો બીજી તરફ ભરૂચ નગર પાલીકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ પણ શહેરીજનોને અપાતું પાણી ડહોળું હોવાના મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે ફિલ્ટરેશન પ્લાન્ટ માં જે પાણી ડભોઈ કેનાલ માંથી આવે છે તે કેનાલ માં ઠેક ઠેકાણે ગાબડાં અને કેનાલ ઉપર રહેલી માટી વરસાદી પાણી માં ધોવાઈ ને ફિલ્ટરેશન પ્લાન્ટ માં પાણી આવતું હોવાના કારણે શહેરીજનો ને આપવામાં આવતું પાણી થોડું ઘણું ડહોળું હોવાની ફરીયાદ મળી રહી છે જે ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લઈ શહેરીજનોને શુદ્ધ અને મીઠું પાણી મળે તેવા પ્રયાસો કરીશું તેમ જણાવ્યું હતું.

Latest Stories