Connect Gujarat
ગુજરાત

આ ઉત્તરાયણ પર ભરૂચનું આકશ પણ સરકાર સમર્પિત પતંગોથી છવાશે

આ ઉત્તરાયણ પર ભરૂચનું આકશ પણ સરકાર સમર્પિત પતંગોથી છવાશે
X

દેશભરમાં સીએએ-એનઆરસીનો વિરોધ થઈ રહ્યો છે. જેની સામે દેશમાં એકમાત્ર ગુજરાત વિધાનસભામાં સીએએના વિધેયકને પસાર કરવામાં આવ્યું છે. તો ભાજપ દ્વારા આ કાયદાની સમજ આપવા ઠેક ઠેકાણે જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હવે આગામી સમયમાં આવી રહેલા ઉત્તરાયણ પર્વને પણ સીએએનો રંગ આપ્યો છે.

ભરૂચમાં ભાજપ શાસિત પાલિકાના સભ્યોએ સીએએના સમર્થનમાં પતંગો છપાવી તેનું વિતરણ શરૂ કર્યું છે. વળી પતંગના ઉત્પાદકોએ પણ કેન્દ્ર સરકારે ગત વર્ષ અને આ વર્ષ દરમિયાન લીધેલા નિર્ણયો ઉપર ફોકસ કરી પ્રિન્ટેડ પતંગો બનાવી બજારમાં ઉતારી છે. જેમાં કાશ્મિરનો 370ની કલમનો મુદ્દો, બેટી બચાવો બેટી પઢાવોને ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. હવે ઉત્તરાયણના દિવસે ભરૂચનું આકશ પણ આવા સરકાર સમર્પિત પતંગોથી છવાશે.

Next Story