Connect Gujarat
Featured

ભરૂચ : મહિલાઓ માથે રાંધણગેસની બોટલ લઇ પહોંચી એજન્સી પર, જુઓ પછી શું થયું ?

ભરૂચ : મહિલાઓ માથે રાંધણગેસની બોટલ લઇ પહોંચી એજન્સી પર, જુઓ પછી શું થયું ?
X

લોક ડાઉનના સમયમાં મહિલાઓ માટે રાંધણગેસની સમસ્યા ઉભી થઇ છે. ખાલી બોટલો લઇને મહિલાઓ બે કીલોમીટર ચાલીને ગેસની એજન્સી સુધી પહોંચી હતી પણ ત્યાંથી ગેસનો ભરેલો બોટલ આપવામાં નહિ આવતાં મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.

ભરૂચ જીલ્લા માં લોક ડાઉનના પગલે લોકો જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ માટે હાલાકી પડી રહી છે.ત્યારે લોકો ના રાંઘણ ગેસ સિલિન્ડર ખાલી થતા રિફિલિંગ કરાવવા માટે કેટલાક વિસ્તારોમાંથી ખાલી ગેસ સિલિન્ડર માથે ઊંચકી મહિલાઓ ગેસ એજન્સી ખાતે પહોંચી હતી.પરંતુ એજન્સીના સંચાલકોએ ગેસ સિલિન્ડર તમારા ઘર સુધી ડિલિવરી બોય પહોંચાડશે તેવું રટણ કરતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. વાહનો બંધ હોવાથી મહિલાઓ ગેસનો ખાલી બોટલ માથે ઉંચકી બે કીલોમીટર દુર સુધી આવી હતી. મહિલાઓ એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિના થી ગેસ સિલિન્ડર મળતા નથી. આજે પણ અમે એજન્સી ખાતે આવ્યાં છે પણ અમને ભરેલો બોટલ લીધા સિવાય ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે.

Next Story