Connect Gujarat
Featured

ભરૂચ : યુવાન બન્યો આત્મનિર્ભર, કેમેરાને બદલે રસોઇમાં અજમાવ્યો હાથ

ભરૂચ :  યુવાન બન્યો આત્મનિર્ભર, કેમેરાને બદલે રસોઇમાં અજમાવ્યો હાથ
X

કોરોના વાયરસના કારણે અમલી બનેલા લોકડાઉને અનેક લોકોની જીંદગી ધરમુળથી બદલી નાંખી છે. લગ્ન તથા અન્ય પ્રસંગોએ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરતાં લોકો બેકાર બની ગયાં છે ત્યારે ભરૂચના યુવાને કેમરાના બદલે હવે રસોઇમાં હાથ અજમાવી આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કર્યો છે.

કોરોનાની માહામારીમાં લાગેલ લોકડાઉનના પગલે કેટલાય લોકો બેરોજગાર બન્યા છે.તેમાં પણ યુવાનોની સંખ્યા વધુ છે.લોકડાઉનથી લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે.લગ્નો તથા અન્ય પ્રસંગો અને કાર્યક્રમો રદ થતા ફોટો અને વિડીયોનો વ્યવસાય કરતા યુવાનો રોજગારી માટે ભટકી રહ્યા છે.ત્યારે ભરૂચના અંબિકા નગરમાં રહેતા અને ફોટો અને વીડિયોનો વ્યવસાય કરતા ઈશાન શાહને પણ લોકડાઉન નડી ગયું હતું.

તેણે હીમંત હાર્યા વિના કેમેરાના બદલે રસોઇમાં હાથ અજમાવ્યો છે. તેણે લોકડાઉન સેવઉસળના નામથી પાર્સલ સેવા શરૂ કરી છે. ઇશાન શાહે જણાવ્યું હતું કે, સવારે 6 વાગ્યાથી સેવઉસળ બનાવવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવે છે અને તેમાં પરિવારના સભ્યો અને મિત્ર વર્તુુળનો પણ સહયોગ સાંપડી રહયો છે. લોકડાઉનના કારણે હોટલો અને રેસ્ટોરન્ટ બંધ છે ત્યારે શુધ્ધ સાત્વિક સેવઉસળ લોકો સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરી રહયાં છે.

Next Story