Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વરથી ડમ્પર ચોરી કરી ભાગતા 2 રીઢા ચોર નેત્રંગ પોલીસના હાથે ઝડપાયા, ભરૂચના અન્ય એક શખ્સની પણ ધરપકડ

પ્રાથમિક પૂછપરછમાં ડમ્પર ચોરીમાં અન્ય ઈસમની પણ મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ખાતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હરિસિદ્ધ કુમાર પટેલ પોતાના ડમ્પરને ચાલક શૈલેષ વસાવાને આપ્યું હતું. જે હોળી-ધુળેટીની રજા હોવાથી નિત્યક્રમ મુજબ મેઘમણી ચોકડી પર ડમ્પરને પાર્ક કરી ધરે ગયો હતો. આ દરમિયાન રાત્રીના સમયે ચોર ઈસમોએ પાર્કિંગ સ્થળેથી ડમ્પર ચોરી કરી નીકળ્યા હતા. જોકે, આ ડમ્પરમાં જીપીએસ ટ્રેકર હોવાથી હરિસિદ્ધ કુમાર પટેલને જાણ થતા તેઓ તેમના મિત્ર જોડે જીપીએસ ટ્રેકર આધારે પીછો શરુ કર્યો હતો.

આ દરમિયાન નેત્રંગ પોલીસે ડમ્પર લઇ જતા 2 ચોરોને ઝડપી પાડ્યા હતા. આ અંગે હરિસિદ્ધ કુમાર પટેલ જાણ થતા તેઓ નેત્રંગ પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં તેઓને પોતાનું ડમ્પર નજરે પડ્યું હતું. જે ડમ્પર અંકલેશ્વર GIDCમાં રહેતા રાહુલ સિંઘ નંદલાલ સિંધ અને જફરુલ હસનકુરેશી ચોરી કરી લઇ જતા હતા. ઘટના અંગે અંતે હરિસિદ્ધ કુમાર પટેલે અંકલેશ્વર GIDC પોલીસ મથકે રૂ. 10 લાખ રૂપિયાના ડમ્પર ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નેત્રંગ પોલીસના હાથે ઝડપાયેલા બન્ને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં ડમ્પર ચોરીમાં અન્ય ઈસમની પણ મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું. બન્ને તસ્કરોએ ભરૂચ-શેરપુરાના ફુરકન પરવેઝ અંસારી પણ ચોરીમાં સામેલ હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે GIDC પોલીસે ફુરકન પરવેઝ અંસારીને પણ ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો.

Next Story