ભરૂચ અને હાંસોટ ખાતે ઇન્ડિયા ગઠબંધનની સંકલનની બેઠક યોજાય, વિવિધ બાબતે કરાય ચર્ચા

AAP અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે.

New Update
ભરૂચ અને હાંસોટ ખાતે ઇન્ડિયા ગઠબંધનની સંકલનની બેઠક યોજાય, વિવિધ બાબતે કરાય ચર્ચા

ભરૂચ અને હાંસોટ ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સાથે સંકલન બેઠક યોજાઈ હતી.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે.ચૈતર વસાવાએ 'સ્વાભિમાન યાત્રા' દ્વારા ભરૂચ લોકસભાના 300 થી વધારે ગામોની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ હાલ તેઓ 'તમારો દીકરો તમારા દ્વાર' નામના કાર્યક્રમ હેઠળ પોતાના ચૂંટણી પ્રચારને આગળ વધારી રહ્યા છે. હાંસોટ અને ભરૂચ ખાતે ઇન્ડિયા ગઠબંધનના બેનર હેઠળ ચૈતર વસાવાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો સાથે એક સંકલન બેઠક યોજાઇ હતી, જેમાં કોંગ્રેસના નેતાઓની સાથે સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી