ઉમરપાડાના દેવઘાટમાં નાહવા ગયેલ ત્રણ મિત્રો પૈકી ઝઘડિયાના યુવાનનું ડૂબી જતા મોત

ભરૂચ જિલ્લાના ચાર યુવાનો ઉંમરપાડાના દેવઘાટ ખાતે નાહવા ગયા હતા જેમાંથી એકનું ડુબી જતા મોત નિપજ્યું ,

New Update
ઉમરપાડાના દેવઘાટમાં નાહવા ગયેલ ત્રણ મિત્રો પૈકી ઝઘડિયાના યુવાનનું ડૂબી જતા મોત

ભરૂચ જિલ્લાના ચાર યુવાનો ઉંમરપાડાના દેવઘાટ ખાતે નાહવા ગયા હતા જેમાંથી એકનું ડુબી જતા મોત નિપજ્યું , સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરપાડાના દેવઘાટ ખાતે નાહવા ગયેલ ચાર મિત્રો પૈકી ત્રણ યુવાનો ધોધમાં નાહવા પડ્યા હતા જેઓ પાણીના પ્રવાહમાં અચાનક ડૂબવા લાગ્યા હતા સમય સૂચકતા સાચવી સ્થળ પર હાજર સ્થાનિક ગ્રામજનો એ ત્રણ માંથી બે યુવાનોને બચાવી લીધા હતા પરંતુ ઝઘડિયા તાલુકાના અવિધા ગામનો ભૌતિક પટેલ નામનો યુવાન પાણીના ઊંડાણમાં ડૂબી જતા લાપતા બન્યો હતો જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.ડૂબી ગયેલા યુવાનની શોધ ખોળ સ્થાનિક તરવૈયા તેમજ ફાયર ફાઈટરની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી બાદમાં ૨૪ કલાક ઉપરાંતના સમય બાદ ઝઘડિયા તાલુકાના અવિધા ગામના ભૌતિક પટેલનો મૃતદેહ પાણીમાંથી મળી આવતા યુવકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.