Connect Gujarat
ભરૂચ

અંજનીના જાયાનો પ્રાગટ્ય દિન “શ્રી હનુમાન જયંતિ” : ભરૂચ શહેર તથા જીલ્લામાં આસ્થાભેર ઉજવણી કરાય...

આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લાભરમાં રામ ભક્તો દ્વારા ભગવાન હનુમાનજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.

X

હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્વ રહ્યું છે, ત્યારે આજરોજ ભરૂચ શહેર તથા જિલ્લાભરમાં રામ ભક્તો દ્વારા ભગવાન હનુમાનજીનું પૂજન અર્ચન કરી હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લાભરમાં રામ ભક્તો દ્વારા ભગવાન હનુમાનજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઘણી જગ્યાએ હનુમાન ભક્તો દ્વારા વિશેષરૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં વહેલી સવારથી જ રામદૂત હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત જય અંબે વિદ્યાલયના પટાંગણમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર, કસક હનુમાનજી મંદિર અને રોકડિયા હનુમાનજી મંદિરે ભક્તોએ હનુમાનજીના દર્શન કરી રક્ષણ અર્થે પ્રાર્થના કરી હતી. કસક વિસ્તાર સ્થિત રોકડિયા હનુમાનજી મંદિરે ખાતે ભક્તો દ્વારા હનુમાનજીને 11,111 લાડુનો ભોગ ધરાવી ધન્યતા અનુભવી હતી.

Next Story