/connect-gujarat/media/post_banners/38953bd8c8ab17b2fcc98b7804d239b861997e9c352e33a3a299c6e3543e11e3.webp)
અંકલેશ્વરની પાનોલી પોલીસે ખરોડ ગામના હનુમાન ફળીયામાં આયેશા મસ્જિદની પાછળ જુગાર રમતા ત્રણ જુગારીયાઓને 13 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઇ દ્વારા પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ આટકાવવા આપેલ સૂચનાને આધારે પાનોલી પોલીસ મથકના પી.એસ.આઈ એમ.એચ.વાઢેર અને સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ખરોડ ગામના હનુમાન ફળીયામાં આયેશા મસ્જિદની પાછળના ભાગે જુગાર રમાઈ રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 13 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતો ગામનો જુગારી મહમંદ સલીમ કુદબુદ્દીન શેખ,જુબેર સુલેમાન સિદાત અને ફૈઝલ અબ્દુલ શાહને ઝડપી પાડ્યો હતો.