Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ દ્વારા 300 દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરાયા...

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા 300 દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા.

X

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા 300 દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા.

ગત તા. 25મી સપ્ટેમ્બરના રોજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં હતું. ઉદેપુરની નારાયણ સેવા સંસ્થાનના સહયોગથી આયોજીત દિવ્યાંગ લાભાર્થીઓના આરોગ્યની તપાસ શિબિર યોજાય હતી. આ શિબિરમાં દિવ્યાંગ લાભાર્થીઓના ઓપરેશન માટેની તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી. સાથે જ કુત્રિમ અંગો અંગેનું માપ પણ લેવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 300થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓ માટે કુત્રિમ અંગો તૈયાર થયા બાદ આજરોજ તેઓને કૃતિમ અંગો અર્પણ કરવા હેતુ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગ લગાવી આપવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ અર્પણ સુરતી, ઝઘડીયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોક પંજવાણી, હિતેન આનંદપુરા તેમજ દાતાઓ સહીત મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story