/connect-gujarat/media/post_banners/c4ac97c21c55aa1d1e4bf2a385ab68204e93cf98354b96fdb10f71d3000e8e6a.webp)
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારના રચનાનગરમાં ખુલ્લામાં જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે રૂ. ૧૨,૪૭૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળતા રાજપીપળા ચોકડી નજીક આવેલ રચનાનગરમાં ભુત બંગલાની બહાર લાઇટના અંજવાળામાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા મળી પૈસાથી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે
. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા જુગાર રમતા સોભરનસિંઘ ચૌહાણ, દેવેન્દ્ર રાજપૂત, સોનુસિંઘ, બેરેનસિંઘ, રામકુમાર બગેલ અને ઈમ્તિયાઝ પાનને જુગાર રમતા ઝડપી પડ્યા હતા. પોલીસે 6 આરોપીઓ પાસેથી દાવ પરના રોકડા રૂપીયા તથા પાથરણું સહીત કુલ કિ.રૂ. ૧૨,૪૩૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.