અંકલેશ્વર : જીન ફળિયામાંથી જુગાર રમતા 2 મહિલા સહિત 8 ઈસમોની ધરપકડ, અન્ય એક ઈસમ વોન્ટેડ
જીન ફળિયામાંથી સટ્ટા બેટિંગના આંક-ફરકના આંકડાઓ લખી પૈસા વડે હાર-જીતનો જુગાર રમી રમાડતા 2 મહિલા સહિત 8 ઈસમોને ઝડપી પાડી ફરાર અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.

ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર શહેરના જીન ફળિયામાંથી સટ્ટા બેટિંગના આંક-ફરકના આંકડાઓ લખી પૈસા વડે હાર-જીતનો જુગાર રમી રમાડતા 2 મહિલા સહિત 8 ઈસમોને ઝડપી પાડી ફરાર અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વર શહેરના જીન ફળિયામાં રહેતી મહિલા અને મળતિયાઓ થકી પોતે કેટલા ઇસમોને ભેગા કરી તેના ઘર પાસે સત્તા બેટિંગના આંકડા લખી પૈસા વડે હાર-જીતનો જુગાર રમી રમાડે છે. જેવી બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે દરોડા પાડતા સ્થળ પર આંકડાઓ લખતા તેમજ લખાવતા 6 ઈસમ તેમજ 2 મહિલા ઝડપાયા હતા. પોલીસે આઠેય લોકોની અંગ ઝડતીમાંથી મોબાઇલ ફોન તેમજ રોકડા મળી ૩૩,૪૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી તેને પણ વહેલી તકે ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે હાલ તો અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારાની કલમો હેઠળ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.