અંકલેશ્વર : GIDC વિસ્તારમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ ફાટી નીકળતા નાસભાગ, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

અંકલેશ્વરના GIDC વિસ્તારમાં પાર્ક કરેલા એક હાઈવા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી.

અંકલેશ્વર : GIDC વિસ્તારમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ ફાટી નીકળતા નાસભાગ, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
New Update

અંકલેશ્વરના GIDC વિસ્તારમાં પાર્ક કરેલા એક હાઈવા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. આગની જાણ ફાયર ફાયટરોને કરવામાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલા ડિટોક્સ કંપની પાસે પાર્ક કરેલા એક હાઈવા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાંથી નીકળતા ધુમાડાના કારણે આગ લાગવાની જાણ થતાં જ ત્યાં રહેલા લોકોમાં દોડધામના દૃશ્યો સર્જાયા હતા. ડીઝલની ટેન્કમાં આગ પકડી લેતા આગ વધુ વિકરાળ બની હતી. આગ અંગેની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. લશ્કરોએ આગ ઉપર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, ગાડીમાં કેમિકલ યુક્ત વેસ્ટ મટીરીયલ હોવાનું પ્રાથમિક તારણ લગાવાઈ રહ્યું છે. જેના કારણે તેમાં આગ લાગી હતી.

#Ankleshwar #Fire #truck #BeyondJustNews #Connect Gujarat #GIDC #fire team #Gujarat #Fire Broke out
Here are a few more articles:
Read the Next Article