Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કિશોરીનો ફ્રી ફાયર ગેમના માધ્યમથી અજાણ્યા યુવક સાથે થયો સંપર્ક, પછી યુવકે જે કર્યું એ જાણી ચોંકી જશો..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારની સગીર યુવતીને ઓનલાઈન ગેમ રમવું ભારે પડી ગયું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારની સગીર યુવતીને ઓનલાઈન ગેમ રમવું ભારે પડી ગયું હતું. આ દરમ્યાન થયેલી ઓનલાઈન મિત્રતામાં સગીરાને લગ્નની લાલચ આપીને પશ્ચિમ બંગાળ તરફ લઈ જતા ઈસમને ભરૂચ એલસીબી પોલીસે રેલ્વે પોલીસની મદદથી ખડકપુર નજીકથી ઝડપી પાડ્યો હતો.https://youtu.be/6pkZdT-LYxM

આજના ઓનલાઈન યુગમાં ઓનલાઈન ગેમ યુવાનો અને કિશોરોમાં ઘણી જ લૉકપ્રિય બની છે. જેમાં અનેક યુવાનો અને કિશોરો આખા દિવસ દરમ્યાન આ ગેમ રમતા હોય છે, ત્યારે આ અંગેનો ચોંકાવનારો કિસ્સો અંકલેશ્વરમાંથી પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વરના ગડખોલ ગામની એક સોસાયટીમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરી ફ્રી ફાયર ગેમ રમી રહી હતી. આ દરમ્યાન તે પશ્વિમ બંગાળના એક યુવકના સંપર્કમાં આવી હતી. સંપર્ક થતાં જ વિધર્મી યુવકે કિશોરીને વાતોમાં ભેળવી તેનું અપહરણ કર્યું હતું. બનાવની વાત કરીએ તો, ગત તા. 16મી સપ્ટેમ્બરે સગીર યુવતીને લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી ઈસમ યુવતીને લઈને ફરાર થઈ ગયો હતો. આ દરમ્યાન ઇસમ સગીરાને લઇ હાવડા સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેન મારફતે જઈ રહ્યો હોવાની ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળતા રેલ્વે પોલીસની મદદ મેળવી હતી. જેને પગલે રેલ્વે પોલીસે પશ્ચિમ બંગાળના ખડકપુર સ્ટેશનથી સગીરા સાથે આ ઈસમને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસની એક ટુકડી ખડકપુર પહોચી આરોપીનો કબજો મેળવી પરત આવી હતી. ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસે સગીરાને તેના માતા-પિતા સાથે ભેટો કરાવી સોંપી દીધી હતી. હાલ તો પોલીસે મૂળ પશ્ચિમ બંગાળના સોનારપુરના ઈસમ અસદુલ ગાઝી વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ મામલામાં માનવ તાસકરીની પણ શક્યતાઓ સેવાઇ રહો છે ત્યારે પોલીસે આ દિશામાં પણ તપાસના ચક્રો ગતમાં કર્યા છે.

Next Story