New Update
/connect-gujarat/media/post_banners/d13e90b93075c63512336b449bd0b7c67dc8fef59f856b26c94cd85490b20ef1.jpg)
અંકલેશ્વર શહેર ખાતે સાંઈબાબાની 104મી પુણ્યતિથિ નિમિત્તે પાલખી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળૂઓ જોડાયા હતા.
શિરડીના સંત સાંઈબાબાની 104મી પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેરમાં આવેલ સાંઈ મંદિરે પાલખી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં મંદિરેથી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પાલખી યાત્રા અંકલેશ્વરના વિવિધ વિસ્તારમાં ફરી પરત સાંઈ મંદિરે પહોંચી હતી જયારે હાંસોટ રોડ ઉપર આવેલ રમણમુળજીના હોલ ખાતે સાંઈ પ્રસાદી ઉત્સવ ઉજવાયો હતો આ કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
Latest Stories