અંકલેશ્વર: પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરાયું

પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું આજરોજ વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇના હસ્તે રિબિંગ કટિંગ કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું

New Update
અંકલેશ્વર: પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરાયું

અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા અને લોકોને પડતી મુશ્કેલીઓમાં તેઓ પોલીસને ફરિયાદ કરી શકે તે માટે પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું આજરોજ વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇના હસ્તે રિબિંગ કટિંગ કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પી.આઈ અને પી.એસ.આઈ સહિત આમંત્રિતો તેમજ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.