ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસે પીરામણ નાકા ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, પીરામણ નાકા ચાર રસ્તા પાસે એક ઈસમ ચોરીના મોબાઈલને વેચાણ કરવા ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે મુલ્લાવાડ તરફ જવાના રસ્તા ઉપરથી બાતમીવાળા ઈસમને પકડી પાડી તેની તલાસી લેતા તેના ખિસ્સામાંથી 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલ ફોન અંગે ઝડપાયેલ ઈસમને પુછપરછ કરતા તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન સામે ફૂટપાથ રહેતો હોવાનું જણાવ્યુ હતું. જે બાદ તેણે પોલીસને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે રૂ. 10 હજારના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.