/connect-gujarat/media/post_banners/dd101dade9ce1748968f40bad613d167f6511ab12eac47db6a979b886e6df1de.webp)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે 25મી જાન્યુઆરીના રોજ ગાના મ્યુઝીક લવર્સ ગ્રુપ દ્વારા દેશ ભક્તિના ગીતોનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.
દર વર્ષે ગાના મ્યુઝીક લવર્સ ગ્રુપ દ્વારા ૨૬મી જાન્યુઆરીના રોજ દેશ ભક્તિના ગીતોનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે સાંજે ૮:૩૦ કલાકે કૌશિક પટેલના સહયોગથી દેશ ભક્તિના ગીતોનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જી.આઈ.ડી.સી.ની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શિક્ષકો દેશ ભક્તિના ગીતો રજુ કરશે આ કાર્યક્રમમાં સહભાગી થવા દેશ પ્રેમીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.