/connect-gujarat/media/post_banners/2f2afbd63ff0de53e500286a2318fa13c9c2d2a477670c33e4a378c6a5456617.webp)
ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ નજીકથી સ્પા એન્ડ સલુનની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી સંચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ વિસ્તારમાં આવેલ ટ્રેડ સેન્ટર શોપિંગ સ્થિત પ્રોફેશનલ સ્પા એન્ડ સલુનમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ શાખાને મળતા હેડ કોન્સ્ટેબલને 2 મહિલા પોલીસકર્મી સાથે રેડ માટે તૈયાર કરાયા હતા, જ્યાં ડમી ગ્રાહકને રૂપિયા 1 હજાર આપી મોકલ્યો હતો, અને સ્પામાં રહેલ યુવતીઓ પૈકી કોઈ શરીર સંબંધ બંધાવની તૈયારી બતાવે તો મિસકોલ કરવા સુચના આપી હતી. જે બાદ ડમી ગ્રાહકનો મિસકોલ આવતા પોલીસે સ્થળ પર દરોડા પાડતા કાઉન્ટર પરથી ભરૂચના પીરકાંઠિ પોલીસ ચોકી સામે ડુંગાજી પાસે રહેતો સ્પા સંચાલક મળી આવ્યો હતો, જ્યારે રૂમમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી પણ મળી આવી હતી. પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કરી સ્પાના સંચાલકની અટકાયત કરી ૩ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.