/connect-gujarat/media/post_banners/990d2b9ae75aba4f19b918ab8fe05fa46d08335b6e977901ba06270cd41751a6.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસે ભાંગવાડ વિસ્તારમાંથી એશિયન પેઈન્ટ કંપનીના કલરના શંકાસ્પદ ડબ્બા સહીત રૂ. 14 હજારના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન સ્ટાફને બાતમી મળી હતી કે, ભાંગવાડ વિસ્તારમાં રહેતો ઈસમ તેના ઘરે પાલ લાઈટ અને એશિયન પેઈન્ટના કલરના ડબ્બા સગેવગે કરી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે સ્થળ પરથી એક લાઈટ અને કલરના 18 નંગ ડબ્બા જપ્ત કર્યા હતા, જ્યાં ઇસમને કલર અને લાઈટ અંગે પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.