/connect-gujarat/media/post_banners/64f7cf0d23efe20652f1ff702fca80e994ef1e251b56a3fef304d68939e3e110.jpg)
અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે આજે વહેલી સવારે એક સાથે ત્રણથી વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે આજરોજ વહેલી સવારે ખરોડ ચોકડી નજીક એક સાથે ત્રણથી વધુ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક અને કાર સહિત અન્ય એક વાહન નજીકના ચા-નાસ્તાના સ્ટોલમાં ઘુસી જતા ઉપસ્થિત લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. અકસ્માતની ઘટનામાં 2 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પણ પહોંચી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે. જોકે, હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે થતા પોલીસે પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.