અંકલેશ્વર : એકલતાનો લાભ લઈ સગીરાને અડપલા તેમજ દુષ્કર્મની કોશિશ કરનાર નરાધમ ઝડપાયો...

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના એક વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી મહિલા પોતાની 3 પુત્રીઓ અને એક પુત્ર સાથે રહે છે

New Update
અંકલેશ્વર : એકલતાનો લાભ લઈ સગીરાને અડપલા તેમજ દુષ્કર્મની કોશિશ કરનાર નરાધમ ઝડપાયો...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની એક સોસાયટીમાં પાડોશી યુવાને સગીરા સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરવાની કોશિશ કરતાં પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના એક વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી મહિલા પોતાની 3 પુત્રીઓ અને એક પુત્ર સાથે રહે છે. જેણી ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી અર્થે ગઈ હતી. જોકે, પોતાની સગીર વયની પુત્રીને ઘરના કામ માટે ઘરે જ મુકી ગઈ હતી. તે દરમ્યાન સગીરાને એકલી જોઈ પાડોશી યુવાન ભુપેન્દ્ર રામેશ્વર ગૌડ મકાનમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ યુવતીને પકડી શરીરે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચારવાની કોશિશ કરી હતી. જેમાં સગીરાએ બુમરાણ મચાવતા હવસખોર યુવાન ત્યાથી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે સગીરાની માતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે નરાધમ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.