અંકલેશ્વર : નોબલ માર્કેટ નજીક ઝાડ પર લટકતી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...

નોબલ માર્કેટના પાછળના ભાગે ઝાડી ઝાંખરા વિસ્તારમાં ઝાડની ડાળી ઉપર શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

New Update
અંકલેશ્વર : નોબલ માર્કેટ નજીક ઝાડ પર લટકતી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ નોબલ માર્કેટના પાછળના ભાગે ઝાડી ઝાંખરા વિસ્તારમાં ઝાડની ડાળી ઉપર શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરમાં આવેલ નોબલ માર્કેટના પાછળના ઝાડની ડાળી ઉપર શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બનાવની જાણ સ્થાનિકોને થતાં ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જ્યાં યુવાને ગળે ટૂંપો દઈ પોતાનું જીવન ટૂંકાવતાં લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે કે, આ યુવાને ગળે ટૂંપો દઈ જીવ ગુમાવ્યો છે કે, પછી કોઈ તેની હત્યા કરી ઝાડ પર ટંગાવી દીધો છે. જોકે, આ વાતનો ખુલાસો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, ત્યારે હાલ તો પોલીસે યુવાનના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories