/connect-gujarat/media/post_banners/66b3b2d9f859e9cc107a4cf758f9246b0d6b21f7cf196d8f8136e0a5c0da9d39.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક ખરોડ ચોકડી પાસે અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશનના ગૌરક્ષકો દ્વારા પોલીસના સહયોગથી ગૌવંશ ભરેલા વાહનને ઝડપી પાડવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર નજીક ખરોડ ચોકડી પાસે ગૌવંશ ભરેલા વાહનને અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશનના ગૌરક્ષકો દ્વારા પોલીસના સહયોગથી ઝડપી પાડવામાં આવ્યું હતું. કતલ કરવાના ઇરાદે ગૌવંશ ભરેલું વાહન સુરતથી નીકળી ભરૂચ તરફ આવી રહ્યું હતું. તે દરમિયાન ગૌરક્ષકોને બાતમી મળતા તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરવામાં આવી હતી, ત્યારે માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ ગૌવંશ લઈને આવતા ઇસમો વાહન સ્થળ પર જ મુકીને નાસી છૂટ્યા હતા. જેમાં 10 જેટલા ગૌવંશોને ગૌરક્ષકો દ્વારા પોલીસના સહયોગથી બચાવવામાં આવ્યા હતા. બનાવના પગલે પાનોલી પોલીસે વાહન અને ગૌવંશનો કબજો મેળવી વધુ તપાસ આરંભી છે. આ સાથે જ ગૌરક્ષકોએ પોલીસની કામગીરીને બિરદાવીને જિલ્લા પોલીસ વડાનો આભાર વ્યક્ત કર્યો હતો.