Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ભાદી ગામે ઘરડા કેમિકલ્સ - જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ

જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ ઘરડા કેમિકલ્સ લિમીટેડ કંપની દ્વારા ભાદી ગામ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ ઘરડા કેમિકલ્સ લિમીટેડ કંપની દ્વારા ભાદી ગામ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ તેમજ આજુબાજુના ગામના લોકો માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ ઘરડા કેમિકલ્સ લિમીટેડ કંપની દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 350થી વધુ લોકોએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. આ કેમ્પમાં જયાબેન મોદી હોસ્પિટલમાંથી આંખોના ડોક્ટર, હાડકાના ડોક્ટર, બાળકોના ડોક્ટર, સ્ત્રી રોગના ડોક્ટર તેમજ જનરલ ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાંથી આંખોની તપાસ માટે ઓપ્ટિમેટ્રિક મહેશ પટેલ, ઓર્થોપેડીક ડૉ. પરિમલ પ્રજાપતિ, ડૉ. તુષાર પાટીલ, ડો. અવની, ડૉ. વિલાસ સહિતના તબીબોએ તબીબી તપાસની સેવા આપી હતી. ઘરડા કેમિકલ્સ લિમિટેડમાંથી ડૉ. નૈતિક તેમજ ગોપાલ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. ઘરડા કેમિકલ્સ લિમિટેડના સહયોગ વતી હોસ્પિટલ દ્વારા હોસ્પિટલના ડે. મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો. આત્મી દેલીવાલા, ટ્રસ્ટના જનરલ મેનેજર ડૉ. નિનાદ ઝાલા દ્વારા રાજેશ પટેલ સાહેબ તેમજ ગામના સરપંચનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Next Story