Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ગોયા બજારમાં મંદિરને અસામાજિક તત્વોએ પહોંચાડ્યુ નુકશાન, હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ

અંકલેશ્વર શહેરમાં આવેલ ગોયા બજાર સ્થિત પ્રાચીન પીપળાનું વૃક્ષ છે.જ્યાં વર્ષોથી હિન્દુ સમાજના શ્રધ્ધાળુઓએ એક નાનકડું મંદિર બન્યું છે

X

અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ પ્રાચીન પીપળાના વૃક્ષ નીચે નાનકડા મંદિરને ફટાકડા મૂકી અસામાજિક તત્વો તોડી ખંડિત કરતાં હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ છે.

અંકલેશ્વર શહેરમાં આવેલ ગોયા બજાર સ્થિત પ્રાચીન પીપળાનું વૃક્ષ છે.જ્યાં વર્ષોથી હિન્દુ સમાજના શ્રધ્ધાળુઓએ એક નાનકડું મંદિર બન્યું છે અને ત્યા સવાર-સાંજ દીવા-બત્તી કરી પ્રાર્થના કરવામાં આવે છે.પરંતુ ગતરોજ રાતના સમયે કોઈક અસામાજિક તત્વોએ ફટાકડા મૂકી આ મંદિરને ખંડિત કરી ભક્તોની લાગણી દુભાઈ તેવું કૃત્ય કરતાં હિન્દુ સંગઠનોના આગેવાનોઅજય મિશ્રા,રાજેશ પરમાર,ધનંજય પટેલએ આજરોજ સ્થળ મુલાકાત લઈ જે પણ તત્વોએ આ તોડફોડ કરી છે તેઓ સામે પગલાં ભરવા સાથે ફરી આ મંદિર બનાવી આપવામાં આવે તેવી માંગ કરી છે.અને આ તત્વો સામે કડક રહે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી પણ હિન્દુ સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવી છે.

Next Story