અંકલેશ્વર : ગડખોલના હરિ મંગલ સોસાયટીના ઘરોમાં ગટરના દૂષિત પાણી પ્રવેશી જતાં સ્થાનિકોમાં રોગચાળાનો ભય.....

છેલ્લા ઘણા સમયથી વારંવાર ઉભરાતી દૂષિત પાણીની ગટરોને લઈ પટેલ નગર સ્થિત હરિ મંગલ સોસાયટીના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

New Update
અંકલેશ્વર : ગડખોલના હરિ મંગલ સોસાયટીના ઘરોમાં ગટરના દૂષિત પાણી પ્રવેશી જતાં સ્થાનિકોમાં રોગચાળાનો ભય.....

અંકલેશ્વરની ગડખોડ ગ્રામ પંચાયતની હદમાં આવેલ પટેલ નગર સ્થિત હરિ મંગલ સોસાયટીમાં ઉભરાતી ગટરના દૂષિત પાણી લોકોના ઘરોમાં પ્રવેશી જતાં સ્થાનિકો રોગચાળાની દહેશત સેવી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી વારંવાર ઉભરાતી દૂષિત પાણીની ગટરોને લઈ પટેલ નગર સ્થિત હરિ મંગલ સોસાયટીના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. આ દુર્ગંધ મારતા દૂષિત પાણીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં આવેલ એપાર્ટમેંટના પગલે આ ગટરો ઉભરાતી હોવા સાથે વારંવાર સમસ્યા ઉદભવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે સરપંચને રજૂઆત કરવામાં આવે તો તેઓ પણ ઓરમાયું વર્તન કરતાં હોવાના આક્ષેપ કરાયા છે ત્યારે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ ચાલતા અભિયાનની હાંસી ઉડાવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગંદકીને લઈ રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. ત્યારે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Latest Stories