અંકલેશ્વર : દારૂના જથ્થા સાથે ભરૂચના બુટલેગરની બી’ ડિવિઝન પોલીસે કરી ધરપકડ...

બી’ ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી નજીક રેલ્વે સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર : દારૂના જથ્થા સાથે ભરૂચના બુટલેગરની બી’ ડિવિઝન પોલીસે કરી ધરપકડ...

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી નજીક રેલ્વે સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment W3.CSS

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, પ્રતિન ચોકડી નજીક રેલ્વે સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર એક ઈસમ થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈને ઊભો છે. જે બાતમીના આધારે બી’ ડિવિઝન પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં બી’ ડિવિઝન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 16 નંગ બોટલ સાથે ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં આવેલ મારવાડી ટેકરા ખાતે રહેતા બુટલેગરની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.