/connect-gujarat/media/post_banners/62be1dc3aaf384797916f265f7a6c0e9837028511be9c29694ef512d6d209f0b.jpg)
અંકલેશ્વર ભાજપ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે શારદા ભવન ટાઉન હોલ ખાતે નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું.
અંકલેશ્વરમાં આવેલ શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા યુવા મતદાતા સાથે સીધા સંવાદને વર્ચ્યુઅલ માધ્યમથી સૌ કોઈએ નિહાળ્યો હતો.જ્યારે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે રક્તદાન કેમ્પમાં ઉત્સાહ ભેર કાર્યકરોએ રક્તદાન કર્યું હતું.આ કાર્યક્રમમાં નગર પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત,કારોબારી ચેરમેન નિલેષ પટેલ,ભાજપના નરેન્દ્ર પટેલ, યુવા ભાજપના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા,સંદીપ પટેલ,વિનય વસાવા અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.