Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: કોસમડીની સન ફ્લોરા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો

બુટલેગરના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા

અંકલેશ્વર: કોસમડીની સન ફ્લોરા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો
X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કોસમડીની સન ફ્લોરા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર કોસમડી ગામની સીમમાં આવેલ સન ફ્લોરા સોસાયટીના મકાન નંબર-એ/૪૪માં રહેતો બુટલેગર મુકેશસિંગ સીયારામ સિંગ પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૫ નંગ બોટલ મળી કુલ ૬ હજારનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર મુકેશ સિંગને ઝડપી પાડ્યો હતો

Next Story