અંકલેશ્વર:AIA દ્વારા આયોજીત કોર્પોરેટ અને સ્મોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોશિએશન દ્વારા યોજાયેલ કોર્પોરેટ અને સ્મોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વર્ણી સિનિયર અને વી.એસ.જોશી ઇલેવન વિજેતા થઇ હતી

New Update

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ.આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકૂલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોશિએશન દ્વારા કોર્પોરેટ અને સ્મોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ એ.આઇ.એ કપ-2022નું આયોજન કરવામાં આવ્યું હતું જે એ.આઇ.એ કપમાં 32 જેટલી ટીમો ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ વર્ણી સિનિયર અને આયન એક્સચેન્જ વચ્ચે રમાઈ હતી જેમાં વર્ણી સિનિયરનો વિજય થયો હતો.

જયારે સ્મોલની ફાઇનલ મેચ વી.એસ.જોશી અને લક્ષ્મી ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં વી.એસ.જોશી ઇલેવનનો વિજય થયો હતો વિજેતા બંને ટીમોને આમંત્રિતોના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી જયારે મેન ઓફ ધ સિરીઝ તરીકે સુનિલ પટેલ અને નિમેષ પટેલને ટ્રોફી આપવામાં આવી હતી આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન નિલેશ ગોંડલિયા,કન્વીનર દીપેશ પટેલ,હર્ષદ પટેલ,અશોક ચોવટીયા અને સભ્યો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories