અંકલેશ્વર : કારના બદલે બુલેટ પર બેસી કલેકટરે લીધી જીઆઇડીસીની મુલાકાત

New Update
અંકલેશ્વર : કારના બદલે બુલેટ પર બેસી કલેકટરે લીધી જીઆઇડીસીની મુલાકાત

સામાન્ય રીતે અધિકારીઓ સ્થળ નિરિક્ષણ કે જાત મુલાકાત પર જતાં હોય ત્યારે સરકારી ગાડીમાં બેસી જે તે સ્થળનું નિરિક્ષણ કરતાં હોય છે પણ ભરૂચના કલેકટર ડૉ. તુષાર સુમેરા બધાની અલગ તરી આવ્યાં છે. તેઓ ગુરૂવારના રોજ અંકલેશ્વર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યાં હતાં. કાર્યક્રમ દરમિયાન તેમણે અંકલેશ્વર જીઆઇડીસીની મુલાકાત લેવાનું નકકી કર્યું હતું.

ઉપસ્થિતોને એમ કે કલેકટર હમણા તેમની સરકારી કાર મંગાવશે અને જીઆઇડીસીમાં આંટો મારવા જશે પણ બધાની ધારણા ખોટી પડી હતી. તેઓ બુલેટ પર બેસી જીઆઇડીસીમાં આંટો મારવા નીકળ્યાં.. આ રાઇડ દરમિયાન કલેકટરને અંકલેશ્વરના ખખડધજ રસ્તાઓ તથા રસ્તા પર ઉડતી ધુળનો પણ અનુભવ થયો હતો. કલેકટર ડૉ. તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, કોઇ પણ વસ્તુની વાસ્તવિકતા જાણવી હોય તો આ એક ઉત્તમ ઉપાય છે. વધુમાં તેમણે અંકલેશ્વર જીઆઇડીસી તરફથી કાર્યરત વિવિધ પ્રોજેકટની માહીતી મેળવી હતી. આ પ્રસંગે કલેકટરના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. તેમના હસ્તે લુપીન કંપની તરફથી અમલમાં મુકવામાં આવેલાં નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરના પ્રોજેકટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

Latest Stories