Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ન્યાલકરણ ગ્રુપ દ્વારા યોજાયેલ પ્રીમિયર લીગ સીઝન-૧ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન

અંકલેશ્વરમાં ન્યાલકરણ ગ્રુપ દ્વારા યોજાયેલ પ્રીમિયર લીગ સીઝન-૧ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરુકૃપા ઈલેવનનો ૬ વિકેટે ભવ્ય વિજય થયો હતો

X

અંકલેશ્વરમાં ન્યાલકરણ ગ્રુપ દ્વારા યોજાયેલ પ્રીમિયર લીગ સીઝન-૧ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરુકૃપા ઈલેવનનો ૬ વિકેટે ભવ્ય વિજય થયો હતો

અંકલેશ્વરના ગાર્ડન સીટી ગરબા ગ્રાઉન્ડ ખાતે ૪થી જાન્યુઆરીના રોજથી ન્યાલકરણ ગ્રુપ દ્વારા અંકલેશ્વર પ્રીમિયર લીગ સીઝન-૧ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૦ ટીમોએ ભાગ લીધો હતો આ અંકલેશ્વર પ્રીમિયર લીગ સીઝન-૧ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરુકૃપા અને ધ્વની ઈલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં પ્રથમ બેટિંગ કરી ધ્વની ઇલેવને ૮ ઓવરમાં ૫૪ રન બનાવ્યા હતા જે રનનો પીછો કરતા ગુરુકૃપા ઇલેવને ૬ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો વિજેતા ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજક મયુર મકાણી,અશ્વિન સાવલિયા,જીગ્નેશ પલસાણા,સંજય પલસાણા તેમજ જગદીશ પલસાણા સહીત ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story