/connect-gujarat/media/post_banners/b2f10fa84ac4b5376a97d4399925ea3adc6b532d06c2b91cacede3f7ac25caa2.jpg)
અંકલેશ્વરમાં ઉધોગનાના પ્રદૂષણથી જળ, જમીન અને વાયુને થતા નુકસાન વિરુદ્ધ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ અંકલેશ્વર જીઆઇડીસીની વિભાગીય કચેરી ખાતે ધારણાંનો કાર્યક્રમ યોજાયો હતો. ઉધોગનાના પ્રદૂષણથી જળ, જમીન અને વાયુને થતા નુકસાન તેમજ ઔદ્યોગિક એકમોમાં ધટતી અકસ્માતની ઘટનામાં નક્કર પગલાં ન ભરાતાં હોવાનાં આક્ષેપ સાથે કોંગ્રેસે બેનરો, પ્લે કાર્ડ તેમજ સુત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
પોલીસે 4 કલાકના ધારણાં પ્રદર્શનના કાર્યક્રમને અડધી કલાક કરતા ટુંક સમયમાં જ કોંગ્રેસના નેતા અને કાર્યક્રતાઓની અટકાયત કરી સમેટી લીધું હતું. કોંગ્રેસે અધિકારીઓ અને ભાજપ સરકાર સામે તીખા પ્રહારો કરી કોંગ્રેસનો અવાજ દબાવવામાં આવતો હોવાના આક્ષેપ કર્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીની વિભાગીય કચેરી ધારણાં પ્રદર્શનને લઇ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસે 20 જેટલા કોંગી આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરી હતી.