અંકલેશ્વર: GIDC વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા માટેનો કોન્ટ્રાક્ટ કામધેનુ ગૌરક્ષા સમિતિને સોપાયો

અંકલેશ્વર નોટિફાઇડ એરિયા વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા માટે કોન્ટ્રાક્ટ કામધેનુ ગૌરક્ષા સમિતિને સોપવામાં આવ્યો છે.

New Update

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો હતો અને રસ્તામાં અડિંગો જમાવતા ઢોરના કારણે અવાર નવાર અકસ્માતનો પણ ભય રહેતો હતો જેના કારણે નોટિફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા ઢોર પકડવા માટેની કવાયત હાથ ધરી હતી. હાલ સુધીમાં 70 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. જો કે ત્યાર બાદ આ કોન્ટ્રાક્ટ કામધેનુ ગૌરક્ષા સમિતિને સોપવામાં આવ્યો છે અને અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. નોટિફાઇડ એરિયા વિસ્તાર રખડતા ઢોરથી મુક્ત થાય તે માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. એક ઢોર પકડવા પાછળ હાલ 7 હજાર જેટલો ખર્ચ આંકવામાં આવ્યો છે. જો કે ઢોર પકડનાર સંસ્થા દ્વારા પણ સરકાર દ્વારા તેઓને કોઈ સહાય આપવામાં ન આવતી હોવાનું જણાવી રહ્યા છે. યારે નોટિફાઇડ એરિયા દ્વારા વિવિધ ઉદ્યોગોને પણ અપીલ કરવામાં આવશે અને આ ઢોર પકડવા માટે મદદરૂપ થવા વિનંતી કરવામાં આવશે. અંકલેશ્વર નોટિફાઇડ એરિયા વિસ્તારમાં ઢોર પકડવા કામધેનુ ગૌરક્ષા સમિતિને કોન્ટ્રાક્ટ અપાયો છે.

Latest Stories