ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક સંજાલીમાં જુગાર રમી રહેલા 9 જુગારીઓની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ વિભાગના કર્મીઓ દ્વારા સતત ગુનાખોરીને અંજામ આપતા તત્વો સામે લાલઆંખ કરી તેઓને જેલના સળીયા ગણતા કર્યા છે. તેવામાં વધુ એકવાર ક્રાઇમ બ્રાંચ દ્વારા હજારોના મુદ્દામાલ સાથે 9 જેટલા જુગારીઓની ધરપકડ કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન મળેલ બાતમીના આધારે પાનોલી વિસ્તારના સંજાલી ખાતે ગોલ્ડન ટાઉનશીપમાં આવેલ સલીમ ભાઈની ચાલમાં જુગાર રમી રહેલા સંજાલી ગામ 9 જેટલા જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપિયા 26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર : સંજાલીમાંથી 9 જુગારીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, રૂ. 26 હજારથી નો મુદ્દામાલ જપ્ત...
જુગારીઓ પાસેથીક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપિયા 26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
New Update
Latest Stories