/connect-gujarat/media/post_banners/d8e1f0ed9f42fa38e41cc27cb70fbc9fb8544fa78c2da27fd732a9ebb4a7b0f1.jpg)
અંકલેશ્વરના કાપોદ્રા ગામની સીમમાં આવેલ શિવ દર્શન રેસીડેન્સીમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બાયો ડીઝલના મોટા જથ્થા સહિત કુલ 1.19 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના નાના વરાછા લંબે હનુમાન રોડ ઉપર આવેલ ડાહ્યા પાર્કમાં રહેતો મહેશ મેવાડા અંકલેશ્વરના કાપોદ્રા ગામની સીમમાં આવેલ શિવ દર્શન રેસીડેન્સીમાં મકાન ભાડે રાખી બાયો ડીઝલ બનાવવાનું જવલનશીલ પ્રવાહી રોમટિરિયલ શંકાસ્પદ રીતે ગેરકાયદેસર સંગ્રહ કરેલ છે જેવી બાતમીના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા પોલીસે બાતમી વાળા મકાનમાંથી પાંચ બેરલોમાં શંકાસ્પદ પ્રવાહી અને ડીઝલ ફીડિગ પંમ્પ તેમજ પાઇપો અને અન્ય મકાનમાંથી 5 હજાર લીટરની પ્લાસ્ટિકની ટાંકીમાંથી 10 લીટર પ્રવાહી મળી કુલ 1.19 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો અને અંકલેશ્વર મામલતદાર અને એફ.એસ.એલની ટીમને જાણ કરી હતી મામલતદાર અને એફ.એસ.એલની ટીમોએ સેમ્પલ મેળવ્યા હતા. પોલીસે મહેશ મેવાડા અને લાલજી મેવાડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.