અંકલેશ્વર : ઉમરવાડામાં ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ, ક્રિકેટરોને મળશે પ્રોત્સાહન

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં બુરહાની પરિવારે બનાવેલાં ક્રિકેટ ગ્રાઉન્ડનું નવા વર્ષના પ્રથમ દિવસે લોકાર્પણ કરાયું...

New Update

ભારતીય ટીમનો એક હિસ્સો રહી ચુકેલાં મુનાફ પટેલની જેમ ભરૂચ જિલ્લામાં બીજા પણ પ્રતિભાશાળી ક્રિકેટરોને તક મળે તે માટે યોગ્ય પ્લેટફોર્મ પુરુ પાડવા અનેક પ્રયાસો થઇ રહયાં છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના અનેક ગામડાઓમાં સુવિધાઓથી સજજ ક્રિકેટના મેદાનો બની ચુકયાં છે. બુરહાની પરિવાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા જેવા નાનકડા ગામમાં બનાવવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ દુષ્યંત પટેલના હસ્તે મેદાનનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા સહિત ઇસ્માઇલ મતાદાર તેમજબુરહાની ક્રિકેટ કલબના ફાઉન્ડ અને સભ્યોએ ઉપસ્થિત રહી રમતવીરો ને પ્રોત્સાહિત કર્યા હતાં.

Latest Stories