અંકલેશ્વર : પ્રદુષિત પાણીના નિકાલ માટે 470 કરોડ રૂપિયાની ફાળવણીથી ઉદ્યોગકારો ખુશખુશાલ

ગુજરાત સરકારના 2.43 લાખ કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટને મંજુરી આપી દેવામાં આવી છે. બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

New Update
અંકલેશ્વર : પ્રદુષિત પાણીના નિકાલ માટે 470 કરોડ રૂપિયાની ફાળવણીથી ઉદ્યોગકારો ખુશખુશાલ

ગુજરાત સરકારના 2.43 લાખ કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટને મંજુરી આપી દેવામાં આવી છે. બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ભરૂચની નર્મદા નદી ઉપર ચાલી રહેલી ભાડભુત બેરેજ યોજના માટે 1,240 કરોડ રૂપિયા અને ભરૂચની શ્રવણ ચોકડીએ એલીવેટેડ કોરીડોર માટે 400 કરોડ રૂપિયાની ફાળવણી કરાય છે. ભરૂચ જીલ્લાના ઉદ્યોગોની વાત કરવામાં આવે તો ઉદ્યોગોના કેમિકલયુકત પાણીના પાઇપલાઇનથી દરિયામાં નિકાલ માટે 470 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી છે. પ્રોલાઇફ ગૃપ ઓફ કંપનીઝના એમડી કરણ જોલીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે જે બજેટ રજુ કર્યું છે તેમાં મહત્વની બાબત એ છે કે તેમાં શિક્ષણ પર ભાર મુકાયો છે. જો શ્રમિકો અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકો શિક્ષિણ બનશે તો ઉદ્યોગોને શિક્ષિત કામદારો મળી રહેશે જે ઉદ્યોગો માટે સારી બાબત હશે...

અંકલેશ્વર તથા પાનોલીમાં ઔદ્યોગિક એકમો ધરાવતાં કરણ જોલીએ વિશ્વની સાંપ્રત સ્થિતિ અંગે પણ તેમની ચિંતા વ્યકત કરી હતી. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહયું હોવાથી ક્રુડ ઓઇલના ભાવમાં વધારો થવાથી સોલવન્ટ સહિતના કેમિકલની કિમંતોમાં વધારો જોવા મળી રહયો છે. કેમિકલ મોંઘા થવાથી ઉદ્યોગોને આર્થિક નુકશાન થઇ રહયું છે.

રાજય સરકારે બજેટમાં પ્રોફેશનલ ટેક્સમાં છૂટ અપાતાં ઉદ્યોગોને રાહત થઇ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પુર્વ પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે, રાજયના નાણામંત્રી પોતે પણ ઉદ્યોગપતિ હોવાથી પર્યાવરણની વિશેષ કાળજી લીધી છે અને કેમિકલ યુકત પાણીના નિકાલ માટે મહત્વકાંક્ષી પ્રોજેકટની જાહેરાત કરી છે.

Latest Stories