Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન,અનેક દર્દીઓને ભારે હાલાકી

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આવેલ ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નજરે પડી રહી છે.

X

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આવેલ ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નજરે પડી રહી છે. સરકાર દ્વારા અત્યાધુનિક સાધનો પૂરા પાડવામાં આવ્યા હોવા છતા હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીના કારણે અનેક દર્દીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

રાજ્યના ઔદ્યોગિક હબ ધરાવતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તાર અસ્તિત્વના પગલે 35 વર્ષની માંગ બાદ ગત તા.21મી એપ્રિલ 2012ના રોજ ખાતમુહૂર્ત સાથે અસ્તિત્વમાં આવેલી 100 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ કાર્યરત છે પરંતુ અપૂરતી સુવિધાના કારણે ઇ.એસ.આઈ.સી.માં રજિસ્ટર થયેલા 50,000થી વધુ કામદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ હોસ્પિટલને અત્યંત આધુનિક બનાવવામાં આવી છે અને તેમાં મોટાભાગની તમામ પ્રકારની સુવિધાઓ કાર્યરત છે. આ હોસ્પિટલમાં મીડિસીન વિભાગ,ચેસ્ટ ડીસીઝ વિભાગ,સર્જરી વિભાગમાં હર્નિયા,ગાયનેક વિભાગમાં નર્મલ અને સિઝેરિયન ડીલેવરી,ઓર્થોપડેકીક વિભાગમાં તમામ પ્રકારની સર્જરી આ ઉપરાંત લેબોરેટરી પણ કાર્યરત કરવામાં આવી છે. આમ છતા દર્દીઓને યોગ્ય સુવિધા ન માલતિ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અનેક દર્દીઓને આ હોસ્પિટલમાંથી અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે જેના કારણે તેઓએ પરેશાની વેઠવાનો વારો આવે છે

સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં કામદારો માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલ આ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ અનેક પ્રકારની સુવિધાઓથી વંચિત રહી જાય છે. આ હોસ્પિટલમાં એમ.આર.આઈ.,સિટી સ્કેન,કેન્સરની સારવાર સહિતની કોઈ સુવિધા ઉપલબ્ધ્ધ નથી જેના કારણે કામદારો પાસે સરકારી યોજનાનો લાભ હોવા છતા તેઓએ રૂપિયા ખર્ચી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જવુ પડે છે. આ અંગે હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડટ પી.ડી.પાણીકરે જણાવ્યુ કે હોસ્પિટલમાં મોટાભાગની સુવિધા આપવામાં આવ એહકે પરંતુ આ હોસ્પિટલ સુપર સ્પેશયાલીટી હોસ્પિટલમાં આવતી નથી જેના કારણે અમુક સુવિધાઓ કેન્દ્ર સરકાર દ્વારા મળતી નથી.આવનારા દિવસોમાં આ સુવિધા કાર્યરત થઈ જશે

અંકલેશ્વરની ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલમાં રોજના 300થી વધુ દર્દીઓ આવે છે જેમની સારવાર કરવામાં આવે છે. સારવાર માટેના ઉપકરણો ઉપલબ્ધ હોવા છતા તબીબોના અભાવે તેઓને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.આ ઉપરાંત અહીના તબીબોની અસહજ સ્વભાવના કારણે અગાઉ અનેક વિવાદો પણ થઈ ચૂક્યા છે ત્યારે જે ઉદ્દેશ્યને સાકાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા આ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી એ ઉદ્દેશ્ય સાકાર થતો નથી દેખાય રહ્યો

Next Story