Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નોટીફાઇડ એરિયા સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ, બેદરકારો થઇ જાવ "ખબરદાર"

X

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં નોટીફાઇડ એરિયા ઓથોરીટીના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. સામાન્ય નાગરિકોને ઉંઘા ચશ્મા પહેરાવી જવાબદારીમાંથી છટકવા માંગતા અધિકારીઓ શાનમાં સમજી જાય કે તેમની સામે ફોજદારી કાર્યવાહીનો માર્ગ ખુલ્લો છે.....

સમાચારની શરૂઆત કરતાં પહેલા એક નજર ગઇકાલે બનેલી ઘટના પર.... ખુલ્લી ગટરમાં પડીને જીવ ગુમાવનાર આખલાના આ દ્રશ્યો છે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી અભિલાષા સોસાયટીના... આખલાના મોત માટે જવાબદાર કોણ જો આ સવાલ તમારા મનમાં થાય તો તેનો જવાબ છે અંકલેશ્વર નોટીફાઇડ એરિયાના બેજવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ... અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન બનાવવામાં આવી છે પણ આ ગટર ઠેકઠેકાણે ખુલ્લી છે જેના કારણે માનવીઓ કે પશુઓનો તેમાં પડી જવાનો ભય રહેલો છે. ગઇકાલે જ એક આખલો ખુલ્લી ગટરમાં ખાબકયો હતો જયારે તેને બચાવવા માટે સ્થાનિકોએ નોટીફાઇડ એરિયા ઓથોરીટીની કચેરીમાં ફોન કર્યો ત્યારે જવાબ મળ્યો પહેલા કમ્પલેઇન નોંધાવો પછી જોઇએ... ગટરમાં ખાબકેલા આખલાએ ઇજાના પગલે જીવ ગુમાવી દીધો...આખરે ડીપીએમસીની ટીમ સ્થળ પર આવી અને મૃત આખલાને દોરડાઓ બાંધી બહાર કાઢયો હતો.

હવે વાત કરીએ અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ઓથોરીટીની... એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં નોટીફાઇડ એરિયા ઓથોરીટી કાર્યરત છે જે જીઆઇડીસી વિસ્તારમાં લોકોને માળખાકીય સહિતની સુવિધાઓ પુરી પાડવાની જવાબદારી ધરાવે છે. પણ જીઆઇડીસી વિસ્તારની વાસ્તવિકતા અલગ છે. નોટીફાઇડ એરિયા ઓથોરીટીના અણઘડ વહીવટના કારણે કેટલાય સ્થળોએ ગટરો ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે. ખુલ્લી ગટરોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને લોકો બિમારીમાં સપડાય રહયાં છે. શહેરી વિસ્તાર કરતાં જીઆઇડીસીમાં રહેતાં લોકો વધારે વેરો ભરે છે. શહેર કરતાં પણ વધારે વેરો લેતી નોટીફાઇડ એરિયા ઓથોરીટી માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ રહેતાં લોકોમાં રોષ જોવા મળી રહયો છે. કરોડો રૂપિયાની ગ્રાંટ આવતી હોવા છતાં નોટીફાઇડ એરિયા ઓથોરીટી જીઆઇડીસી તથા આસપાસના વિસ્તારના વિકાસમાં નિષ્ફળ રહી હોવાની બુમો ઉઠી રહી છે. પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતાં અધિકારીઓ હવે ખબરદાર થઇ જજો. બેદરકારી બદલ શું કાર્યવાહી થઇ શકે તે અમે તમને જણાવી રહયાં છે. આવો સાંભળો ભરૂચના સિનિયર એડવોકેટ મહેન્દ્ર કંસારા શું કહી રહયાં છે કાયદો અને તેની કલમો વિશે..

Next Story