અંકલેશ્વર: નેશનલ હાઈવેને અડીને આવેલ ભંગારના ગોડાઉમાં આગ, બે વાહનો પણ આગમા બળીને સ્વાહા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
અંકલેશ્વર: નેશનલ હાઈવેને અડીને આવેલ ભંગારના ગોડાઉમાં આગ, બે વાહનો પણ આગમા બળીને સ્વાહા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગના બનાવમાં નજીકમાં રહેલ બે વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા.

અંકલેશ્વરમાં આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. નેશનલ હાઇવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નજીકમાં રહેલ એક કાર અને ટેમ્પો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ બે ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. 

Latest Stories