Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: કનેક્ટ ગુજરાતની રજૂઆતના પગલે પૂર અસરગ્રસ્ત જૂના બોરભાઠાબેટ ગામની શાળાની સાફ સફાઈ શરૂ કરાય

કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના રિપોર્ટર રાકેશ ચૌમલે આ દ્રશ્યો જોતાં તેઓએ તરત જ તંત્રને જાણ કરી હતી...

X

અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામે નર્મદા નદીના પુરના પાણી ફરી વળ્યા હતા ત્યારે સરકારી શાળામાં કનેક્ટ ગુજરાતની રજૂઆત બાદ સાફ સફાય શરૂ કરવામાં આવી છે અંકલેશ્વરમાં નર્મદા નદીના પૂરના પાણીએ ભારે તબાહી મચાવી હતી અને ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા ત્યારે નર્મદા નદી કિનારે વસેલા જૂના બોરભાઠા બેટ ગામમાં આવેલ શાળામાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા. કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના રિપોર્ટર રાકેશ ચૌમલે આ દ્રશ્યો જોતાં તેઓએ તરત જ તંત્રને જાણ કરી હતી જેના પગલે ભરૂચ નગર સેવા સદનના ફાયર વિભાગ,સક્રિય પત્રકાર સંઘ અને સ્થાનિક યુવાનોની મદદથી શાળામાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિકકાર્ય ન બગડે એ માટેની તકેદારી રાખવામા આવી હતી

Next Story