/connect-gujarat/media/post_banners/e3b198783179f344941f218821f0788a56dcc0a977a13d5dd7f816b66a216fc1.jpg)
અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ વિકાસ કામોનું પૂર્વ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી જન વિકાસ યોજના અંતર્ગત અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં આવેલ હિન્દી માધ્યમ શાળા,ગોયાબજાર શાળા અને શૌચાલય બ્લોક, કોમન સર્વિસ સેન્ટર કામોની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે જે મંજુર થયેલ ગ્રાન્ટના રૂપિયા 4.50 કરોડના કામોનું આજરોજ પૂર્વ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા,ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાઈ,કારોબારી ચેરમેન સંદીપ પટેલ અને નગર સેવકો,શાળાના શિક્ષકો તેમજ ભાજપના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.